Wednesday, April 24, 2019

અકવાડા કે.વ. શાળા માં પ્રવેક્ષ કાર્ય શરૂ છે.


બાળકને અકવાડા પ્રાથમિક શાળામાં વર્ષ : ૨૦૧૯માં  શા માટે અભ્યાસ કરવા બેસાડશો ?
       ધોરણ થી પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમ કરીને બાળકોને સ્વાગતમાં વિનામૂલ્યે કિટ વિતરણ
       ધોરણ થી સુધી પ્રાથમિક શિક્ષણ ફ્રિ માં તથા પાઠય પુસ્તકો એકમ કસોટી બુક ફ્રી મળશે.
       વિદ્યાદીપ યોજના હેઠળ તમામ બાળકને ૫૦,૦૦૦/— રૂપિયા સુધીનું વીમા કવચ
       આશરે સવા કરોડ રુપિયા ની કિંમત ધરાવતું શાળાનું બિલ્ડીંગ અને મેદાન ધરાવતું સંકુલ
       તમામ ધોરણો માટે દરેક વર્ષે શિષ્યવૃતિ તથા ગણવેશ માટે સરકારી સહાય અને બાળકોનાં બેંકખાતામાં સરકારશ્રી દ્વારા સીધા જ જમા થાય
       દરેક વર્ગનાં શિક્ષકો સરકારશ્રીનાં નિયમ મુજબ ખૂબજ ભણેલા અને શિક્ષણ માટે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો થી સજ્જ શાળા છે.
        શાળામાં મલ્ટીમિડીયા પ્રોજેકટરથી શિક્ષણ કાર્ય માટે થિએટર રુમમાં થાય છે.
        બાળકોને બેસવા માટે બેન્ચની તથા નાના ધોરણમાં મીની ડેસ્કની સુવિધા છે.
        ધોરણ ૧ અને ૨માં ભાર વગરનાં ભણતર તથા બાળકને વ્યકિતગત શિક્ષણ આપતો તથા ભારતનાં મોટા શિક્ષણશાસ્ત્રીઓ દ્વારા વિચારીને અમલમાં મુકાયેલ કાર્યક્રમ પ્રજ્ઞા થી શિક્ષણ અને નાના જૂથમાં અભ્યાસ તથા નાના બાળકો માટે પાથરણા શેતરંજી નેટ વગેરે છે.
        પ્રાર્થના કાર્યથી જ જનરલ નોલેજનાં પાઠો શીખવવામાં આવે છે. જેથી હવેનાં સ્પર્ધાત્મક યુગમાં બાળક આગળ નીકળી શકે છે.
        શાળામાં રાષ્ટ્રીય કક્ષાની એન.એમ.એમ.એસ. પરીક્ષા માટેની તૈયારીનાં વર્ગો માટે શિક્ષક વિનામૂલ્યે મહિનાઓ અગાઉ પોતાનો કિમતી સમય આપીને અભ્યાસ કરાવે છે.
       શાળામાં ગણિત મંડળ સાધનોથી સજ્જ છે જેથી વિદ્યાર્થી પ્રત્યક્ષ અનુભવ લઇને ગણિત જેવા વિષયો શીખી શકે.
       શાળામાં વિજ્ઞાન પ્રવૃતિઓ અંતર્ગત વિજ્ઞાન દિવસ ઉજવણી, વિજ્ઞાન મેળા,માતૃભાષા દિવસની ઉજવણી,અંગ્રેજી માટે ખાસ શિક્ષણ આપી શકે તેવા શિક્ષકોને તાલીમ આપીને બાળકોને શીખવી શકે તે માટે સજ્જ કરવામાં આવે છે.
        સતત જગૃત હોય તેવી શાળાની વાલીઓની બનેલી એસ.એમ.સી. છે.
શાળામાં મ્ય.કોર્પોરેશન દ્વારા આપવમાં આવતુ શુધ્ધ તથા પુરતું પાણી ઉપરાંત શાળામાં વોટર કુલર તથા આર.ઓ.વાળું પાણી પણ ઉપલબ્ધ છે.
       બાળકોને ભણવાના તમામ દિવસોમાં શુધ્ધ સાત્વીક, વિવિધતા સભર બપોરે જમવા માટે  મધ્યાહન ભોજનની ઉત્તમ સુવિધા થી સ્વાદિષ્ટ ભોજન અઠવાડિયાનું સરકારશ્રીનું ડાયેટ પ્લાન મુજબનું પોષણ યુકત મેનુ જમવાનાં વાસણો અને પાથરણા સહિતની વ્યવસ્થા તથા શિક્ષકો અને આચાર્યની વ્યકિતગત દેખરેખ.